મુંબઇ: સલમાન ખાન, કેટરીના કેફ સ્ટારર ફિલ્મ ટાઇગર-3 બીજા વીકમાં 250 કરોડ રુપિયાના કલેકશને પહોંચી છે. 19મી નવેમ્બરે ટાઇગર-3એ રિલીઝના આઠ દિવસ પૂરા કર્યા છે. આઠ દિવસમાં ફિલ્મે ભારતમાં નેટ કલેકશન 230 કરોડ રુપિયાનું કર્યું હતું. રવિવારે ફિલ્મે 10.75 કરોડ રૂપિયાનો નેટ વકરો ભારતમાં કર્યો હતો.
ટાઇગર-3નું 19મીએ ઓવર ઓલ 14.75 ટકા કમાણી કરી હતી. જો કે ગઇકાલે 19મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપના ફાઇનલ મેચની અસર ટાઇગર-3ની આવકમાં પડી હતી.