ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓ ભાંગી પડયા હતાં, દ્રશ્ય જોઈ શકાય તેવું ન હતું: કોચ રાહુલ દ્રવિડની કબુલાત

20 November 2023 04:36 PM
Sports
  • ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓ ભાંગી પડયા હતાં, દ્રશ્ય જોઈ શકાય તેવું ન હતું: કોચ રાહુલ દ્રવિડની કબુલાત

અમદાવાદ,તા.20 : ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રખાયેલા વર્લ્ડકપ-2023નાં ફાઈનલ ક્રિકેટ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે હાર થઈ આ હાર પૂરાદેશવાસીઓ અને ખુદ ભારતનાં ખેલાડીઓ સહન કરી શકયા નથી સૌભારતીયની સાથો-સાથ ટીમનાં દરેક ખેલાડીઓ ભારે નિરાશા થઈ ગયા અને ભાવુક બની ગયા.

ખાસ કરીને ભારતીય ટીમનાં સભ્યો ડ્રેસીંગરૂમમાં તુટી પડયા હતાં. અને તેના આંસુઓને રોકી શકયા ન હતા.તેવું ખુદ ટીમ ઈન્ડિયાનાં ક્રોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવેલ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફાઈનલમાં હાર બાદ ભારતના યુવા ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ મેદાને ઉપર જ ઘુસકે...ઘુસકે રડી પડયો હતો.તેને જસપ્રિત બુમરાહે સંભાળ્યો હતો. બાદમાં ડ્રેસીંગ રૂમમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમના અન્ય સભ્યો પણ પોતાની લાગણીને કાબુમાં રાખી શકયા નહતા. અને રોઈ પડયા હતાં.

ક્રોચ દ્રવિડે આ બધાને સંભાળવાનો ખુબજ પ્રત્યન કર્યો તેવું ખુદ તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં કબુલ્યું હતું.રાહુલ દ્રવિડે જણાવેલ હતું કે વર્લ્ડ કપમાં શરૂઆત થી જ ખુબજ મહેનત કરી આપી ટીમે શાનદાર પરફોર્મ કર્યુ હતું. જો કે આ રમત છે. અને હાર-જીત તેનો એક ભાગ છે. આવતીકાલે ફરી નવી સવાર પડશે અને આપણી ભૂલોમાંથી શીખી આગળ વધવાનું રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement