શેરબજારમાં મંદીનો ઝોક: સેન્સેક્સ 112 પોઇન્ટ તૂટ્યો: ટાટા ઇન્વે. ઉંચકાયો

20 November 2023 04:47 PM
Business
  • શેરબજારમાં મંદીનો ઝોક: સેન્સેક્સ 112 પોઇન્ટ તૂટ્યો: ટાટા ઇન્વે. ઉંચકાયો

સુઝલોન, યશ બેંક, રતન પાવર જેવા શેરો ગગડ્યા

રાજકોટ, તા.20 : મુંબઇ શેરબજારમાં આજે ઘટાડાનો ઝોક રહ્યો હતો. કેટલાંક હેવીવેઇટ શેરો પાછા પડવાને પગલે સેન્સેક્સમાં 112 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. ભારતીય અર્થતંત્ર ચાર ટ્રીલીયન ડોલરનું થઇ ગયાના રીપોર્ટને સતાવાર સમર્થન ન મળતા ખચકાટ હતો. કાલથી ટાટા સહિત પાંચ આઇપીઓ ખુલી રહ્યા છે

જ્યારે તેમાં રોકાણ કરવાનો ક્રેઝ હોવાથી નવી ખરીદીને બ્રેક લાગી હતી એટલું જ નહીં રીટેઇલ ઇન્વેસ્ટરો આઇપીઓમાં નાણાં ભરવા માલ પણ વેચતા હોવાની છાપ હતી. માર્કેટને અસરકર્તા મોટા કારણો નહતા. છેલ્લા દિવસોમાં ખુબ ઉંચકાયેલા શેરો પાછા પડ્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટુંકાગાળામાં આઇપીઓ ક્રેઝનો પ્રભાવ પડી શકે છે.

શેરબજારમાં આજે જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહિન્દ્ર, રીલાયન્સ, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, હિન્દ લીવર, અદાણી, સુઝલોન જેવા શેરોમાં ઘટાડો હતો. કોટક બેંક, મારુતી, ટીસીએસ, ભારતીય એરટેલ, ઇન્ડુસઇન્ડ બેંક, ડીવીઝ લેબ, વીપ્રો, એચસીએલ ટેકનો, ટાટા ઇન્વેસ્ટમેન્ટ ઉંચકાયા હતાં.મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 112 પોઇન્ટના ઘટાડાથી 65682 હતો તે ઉંચામાં 65844 તથા નીચામાં 65547 હતો. નિફટી 30 પોઇન્ટના ઘટાડાથી 19706 હતો. તેચામાં 19756 તથા નીચામાં 19670 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement