ગુજરાત આવી રહેલા જાપાનના જહાજનું હુતી વિદ્રોહીઓએ કર્યું અપહરણ: ભારત માટે બન્યો ખતરો

20 November 2023 05:00 PM
Gujarat India World
  • ગુજરાત આવી રહેલા જાપાનના જહાજનું હુતી વિદ્રોહીઓએ કર્યું અપહરણ: ભારત માટે બન્યો ખતરો

♦ ખાડી દેશોથી જહાજના આ રીતે અપહરણથી ભારતના તેલ-ગેસના પુરવઠાને અસર પહોંચી શકે

♦ જહાજનો આંશિક માલિકી હક ઈઝરાયેલના અબજોપતિ વેપારીનો હોવાના પગલે ઈરાનના ઈશારે હુતી વિદ્રોહીઓએ કર્યું જહાજનું અપહરણ

તેલઅવીવ (ઈઝરાયેલ),તા.20
ઈઝરાયેલ અને હમાસની લડાઈમાં હવે યમનના હુતી વિદ્રોહીઓ પણ ખુલીને સામેલ થવા લાગ્યા છે, આ હુતી વિદ્રોહીઓ પણ ખુલીને સામેલ થવા લાગ્યા છે, આ હુતી વિદ્રોહીને ઈરાનનું ખુલ્લુ સમર્થન છે ત્યારે ઈરાનના ઈશારે હુતી વિદ્રોહીઓએ જાપાની કંપનીનું જહાજ ગેલેકસી લીડરનું લાલ સમુદ્રમાંથી અપહરણ કરી લીધું હતું.

આ જહાજ ભારતમાં ગુજરાત આવી રહ્યું હતું. આ જહાજ પર ઈઝરાયેલી અબજપતિનો આંશિક માલિકી હક હોવાથી અપહરણ કરાયાનું બહાર આવ્યું છે. હવે જાપાને જહાજ છોડાવવા માટે સીધી યમન સાથે વાત કરી છે. બીજી બાજુ વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે આ પુરા ઘટનાક્રમથી ભારત માટે ખતરો પેદા થયો છે.

હુતી વિદ્રોહીઓએ ઈરાનના ઈશારે પોતાની રણનીતિ બદલતા હવે ઈઝરાયેલ સાથે જોડાયેલા કાર્ગો શિપને લાલ સમુદ્રમાં નિશાન બનાવવાનું એલાન કર્યું છે. હુતીઓએ કહ્યું છે કે તે દરેક એ જહાજને નિશાન બનાવશે, જેના માલિક ઈઝરાયેલી હશે અથવા ઈઝરાયેલની કંપનીઓ તેને ઓપરેટ કરતી હશે અથવા ઈઝરાયેલી ઝંડાવાળા હશે.

હુતી વિદ્રોહીઓએ કહ્યું હતું કે, તે ફિલીસ્તીની લોકોના સમર્થનમાં આ પગલા ઉઠાવી રહ્યું છે. હુતી સેનાના બ્રિગેડીયર જનરલ યાહ્યા સારીએ બધા દેશોને ધમકી આપી છે કે તે આ પ્રકારના જહાજો પર તૈનાત પોતાના નાગરિકોને હટાવી લે. હુતી વિદ્રોહીઓ હેલિકોપ્ટર જહાજ ગેલેકસી લીડર સુધી પહોંચ્યા હતા.

ભારતના વિશેષજ્ઞોનું કહેવું છે કે, ભારતમાં ગુજરાત રાજય તરફ આવી રહેલા જહાજનું આ રીતે અપહરણ ભારત માટે ખતરાની મોટી ઘંટડી છે. કારણ કે ભારત પશ્ચિમ એશિયા પર ઉર્જા માટે પુરેપુરો નિર્ભર છે. જો ભારતની અર્થવ્યવસ્થાને વિકસીત બનાવવાની છે તો તેણ ખાડી દેશોમાંથી કોઈપણ રૂકાવટ વિના તેલ અને ગેસનો પુરવઠો યથાવત રાખવો પડશે.


Related News

Advertisement
Advertisement
Advertisement