દહેરાદુન: ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલમાં ટીમ ઈન્ડીયાને 2011માં ચેમ્પીયન બનાવનાર પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કયાંય નજરે ચડયો નહી. વાસ્તવમાં તે તેમના પત્ની સાક્ષીનો જન્મદિન મનાવવા અને પરિવાર સાથે સમય વિતાવવા નૈનીતાલ પહોંચ્યો હતો. ધોની તેના ફેમીલી સાથે અહી આર્મી ગેસ્ટહાઉસમાં રોકાયો હતો તથા બાદમાં રાજભવનની પણ મુલાકાત લીધી હતી.
બાદમાં અલ્મોડા, જૈસીની સફર કરી પણ મેચ જોવા તે ફરી નૈનિતાલ પહોંચ્યો અને પ્રબાદા ભવનમાં રોકાયા હતા. તેણે આ મેચ પુર્વે વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ સાથે વાતચીત કરીને ટીપ્સ આપી હતી. લગભગ અડધી કલાક તેણે વાતચીત કરી હતી પણ ટીમ ઈન્ડીયાની ત્રણ વિકેટ પડતા ધોની મેચ કઈ રીતે જઈ રહ્યો છે તેનો ખ્યાલ આવી જતા તે પરેશાન દેખાયો હતો તે રૂમ બહાર નીકળી ટહેલતો હતો પણ સાક્ષીએ બાદમાં તેને સમજાવીને ફરી મેચ જોવા બેસાડયો. ધોની અહી છે તેનાથી સેકડો ચાહકો પણ અહી ઉમટયા હતા.