રાહુલ દ્રવિદ્રનો ટીમ ઈન્ડિયાના કોચ તરીકેનો છેલ્લો દિવસ?

20 November 2023 05:04 PM
Sports
  • રાહુલ દ્રવિદ્રનો ટીમ ઈન્ડિયાના કોચ તરીકેનો છેલ્લો દિવસ?

બે વર્ષનો કોન્ટ્રાકટ પુરો: લંબાવાશે કે કેમ? સસ્પેન્સ

રાજકોટ,તા.20 : ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ આજે પૂરો થઈ રહ્યો છે અને તેને લંબાવવામાં આવ્યો છે કે નહીં તે વિશે કોઈ જાહેરાત નથી થઈ. રાહુલ દ્રવિડે વર્લ્ડકપમાં જ્વલંત દેખાવ કરનાર ભારતીય ટીમને મજબૂત બનાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. જોકે, ફાઈનલમાં ભારતીય ટીમ જીતી ન શકી તે વાતનો તેમને જરૂર અફસોસ હશે.

દ્રવિડ ભારતીય ટીમના કોચ તરીકે બે વર્ષના કોન્ટ્રાક્ટથી જોડાયેલા હતા. આ કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો કે નહીં તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી તેથી આજે તેમનો છેલ્લો દિવસ છે. દ્રવિડની આગેવાનીમાં ભારતની એક યુવાન ટીમ તૈયાર થઈ છે અને નેશનલ ટીમ માટે બીજા યુવાનો પણ તૈયાર થઈ રહ્યા છે. પોતાના શાંત સ્વભાવ અને આયોજનબદ્ધ વ્યવહાર માટે જાણીતા દ્રવિડની કામગીરીને દરેક ક્રિકેટરે વખાણી છે.

દ્રવિડની કોચ તરીકે ટર્મ પૂરી થાય તેના એક દિવસ અગાઉ ભારતીય ટીમ ફાઈનલ જીતી ગઈ હોત તો તે બહુ મોટી સિદ્ધિ ગણાઈ હોત. પરંતુ આ દેખાવ પણ સામાન્ય ન કહી શકાય. આ અગાઉ ભારત વર્ષ 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હાર્યું હતું ત્યારે રાહુલ દ્રવિડ વાઈસ કેપ્ટન હતો અને સૌરવ ગાંગલી કેપ્ટન હતો. તેના 20 વર્ષ પછી ભારત ફરી ઓસી સામે પરાજિત થયું છે અને આ વખતે દ્રવિડે કોચ તરીકે કામગીરી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement