રાજકોટ,તા.20 : અમદાવાદ ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મિશેલ માર્શને અમદાવાદમાં ભારત સામેની છ વિકેટની શાનદાર જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો કથિત રીતે અનાદર કરતાં જોવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી એક તસવીરમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ટ્રોફી પર પગ રાખીને બેઠો જોવા મળ્યો હતો અને ક્રિકેટ ચાહકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. માર્શ રવિવારે 15 રન બનાવીને જસપ્રિત બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. જીત બાદ તે ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી પર પગ રાખીને બેઠો જોવા મળ્યો હતો. ચાહકોએ આ વર્તનને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ટ્રોફી માટે તેમને થોડું સન્માન હોવું જોઈએ.