ઓટ્ટાવા:
ગઈકાલે વર્લ્ડકપ ફાઈનલમાં ફ્રી પેલેસ્ટાઈન સ્લોગન લખેલા ટીશર્ટ સાથે મેદાનમાં ધસી છેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયેલા ઓસ્ટ્રેલિયન યુવક જોનસનને ખાલીસ્તાની નેતા ગુરૂપંતસિંહ પન્નુએ 10000 ડોલર એટલે કે 8.23 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
શીખ ફોર જસ્ટીસના આ આતંકી નેતા સુરક્ષા વચ્ચે પણ આવી હિમ્મત દાખવનાર જોન્સનની પ્રશંસા કરી હતી. જો કે કાલના દુસાહસ બાદ જોન્સનને પોલીસે અટકાયતમાં લીધો છે. તેણે પોતે વિરાટ કોહલીને મળવા આવ્યો હતો.
તે પેલેસ્ટાઈનનો ટેકેદાર હોવાનું પણ કબુલ કર્યુ હતું તથા ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલનો બોમ્બમારો રોકવો જોઈએ તે પણ માંગ કરી હતી. આ વ્યક્તિ ચીની ફિલીપીન્સ મુળનો ઓસી નાગરીક છે.