અમદાવાદ,તા.20 : ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝની તેણે મુલાકાત લીધી હતી. રિવર ક્રૂઝમાં તેણે એક કલાક સમયગાળો હતો. રિવર ક્રૂઝની પરથી સાબરમતી નદી અને અટલ ફૂટ ઓવરબ્રિજના નજારો જોતા જ બોલી ઉઠ્યા હતા કે વન્ડરફૂલ પ્લેસ... સાથે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને ગુજરાતી નાસ્તો ખમણ-ઢોકળાં ખાધા હતા. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં પણ હાર્બર બ્રિજ છે, ત્યારે અટલ બ્રિજ જોતા તેને સિડનીની યાદ આવી ગઈ હોય તેવું બની શકે.પેટ કમિન્સ માટે રિવર ક્રૂઝમાં આ નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી.