રાજકોટ તા.20 : ગોંડલ ચોકડી પાસે બાઈક સ્લીપ થતા 21 વર્ષિય અભિષેક ધીરજલાલ પડીયા (ઉ.21) રહે. ગોંડલ મોટી બજારનું મોત નિપજયું હતું. આ અંગે મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકે રાજકોટના જામનગર રોડ ઉપર નાગેશ્વર વિસ્તારમાં રહેતા પરાગ ધીરજલાલ પડીયાએ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેનો ભાઈ એકટીવા લઈ ગોંડલથી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ગોંડલ ચોકડીએ યોગી હોન્ડાના શોરૂમે જતો હતો ત્યારે ગોંડલ ચોકડીના પુલના છેડે એકટીવા સ્લીપ થયું હતું. જેમાં તેને ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં સારવારમાં તેનું મોત નિપજયું હતું. આશાસ્પદ યુવાનના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.