રાજકોટ તા.20 : રાજકોટ શહેર પોલીસે બે રીઢા આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોપી પરેશ ઉર્ફે પકુડી વિનુભાઈ સોલંકી (ઉ.વ.30) રહે. રૈયાધાર મફતીયાપરા અને પ્રીતેશ ઉર્ફે દીકુ અલ્પેશ ગોટેચા (ઉ.22-રહે. મારૂતીનંદન નગર શેરી નં.2 વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ, મવડી) વાળાને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના આદેશથી પાસા મંજુર કરતા પ્રીતેશને વડોદરા અને પરેશને સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આરોપી પરેશ સામે હત્યા પ્રયાસ, મારામારી, દારૂ, એટ્રોસીટી સહિતના કેસો નોંધાયેલા છે જયારે પ્રીતેશ સામે પણ અનેક ગુના છે. આ કામગીરી પીસીબી શાખાના એન.બી.નકુમ, એએસઆઈ રાજુભાઈ દહેકવાલ, કોન્સ. રાહુલગીરી ગૌસ્વામી તેમજ માલવીયાનગર પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઈ એમ.એસ. મહેશ્વરી, હે.કોન્સ. મશરીભાઈ ભેટારીયા, દિપકભાઈ રાઠોડ, અજયભાઈ વીકમા, એલસીબી ઝોનના પીએસઆઈ આર.એચ. ઝાલા, હે.કો. વીરેન્દ્રસિંહ ઝાલા વગેરે દ્વારા કરવામાં આવી હતી.