રાજકોટ,તા.20
મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 50-મી વર્ષગાંઠ નિમિતે તા.19-મી નવેમ્બરએ ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમ અંતર્ગત ફાયર રેલીનું મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરી કાલાવડ રોડ ફાયર સ્ટેશન, કોટેચા ચોક ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલ.
આ ફાયર રેલીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, નાયબ કમિશનર અનિલ ધામેલીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, પ્લાનિંગ સમિતી ચેરમેન ચેતનભાઈ સુરેજા, શિશુ કલ્યાણ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, બાબુભાઈ ઉઘરેજા, આસી.કમિશનર એચ.આર.પટેલ, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાવગેરે જોડાવ્યા હતાં.