પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન

20 November 2023 05:24 PM
Rajkot Dharmik
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન
  • પૂ.જલારામ બાપાની શોભાયાત્રામાં ગુંંજયો ‘જય જલિયાણ’નો નાદ: શ્રધ્ધા-ભકિતના દર્શન

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સંત શિરોમણિ પૂ.જલારામ બાપાની 224મી જન્મજયંતીની ઉજવણી

► વિવિધ ધાર્મિક ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા: શોભાયાત્રાનું જ્ઞાતિ, સમાજ દ્વારા અભિવાદન કરાયું: રાજકોટના વિવિધ વિસ્તારોમાં રઘુવંશી યુવા ગ્રુપો દ્વારા જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

રાજકોટ તા.20
રાજકોટમાં સંત શિરોમણિ પૂ.જલારામ બાપાની 224મી જન્મજયંતીની શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવણી કરવામાં આવી. જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવેલ. જેમાં 15થી વધારે ફલોટસ સામેલ થયા હતા. જલારામ બાપાના જીવંત પાત્રોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

શોભાયાત્રામાં વિશિષ્ટ રીતે જાણગારેલા તથા જીવંત પાત્રો સાથેના ફલોટસમાં રઘુવંશી યુવા ગ્રુપ (વોર્ડ નં.10) બોલબાલા ચેરી.ટ્રસ્ટ, વિન્ટેજકાર, લોહાણા યુવક પ્રગતિ મંડળનું હરતું ફરતું અન્નક્ષેત્ર પ્રસાદી વિતરણનો ફલોટ વગેરે સામેલ હતા.

ગોંડલ રામજી મંદિરના પૂ.શ્રી જલારામદાસજી બાપુ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીની પ્રેરક ઉપસ્થિતિમાં શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ તકે દીપ પ્રાગટય તથા સંતોનું સ્વાગત કરાયું હતું.

જલારામ જન્મોત્સવ સમિતિના પ્રવીણભાઈ કાનાબારે આ તકે સ્વાગત પ્રવચન કરેલ હતું. આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો. નિશાંત ચોટાઈ, શાંતુભાઈ રૂપારેલીયા, પરેશ વિઠલારી, રમેશભાઈ ઠકકર, અશોક હિંડોચા વગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શોભાયાત્રામાં અનેકવિધ સામાજીક અગ્રણીઓ, અનેકવિધ સંસ્થાના અગ્રણીઓ, જલારામ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. પૂ.શ્રી જલારામ બાપાની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ તથા રૂટના માર્ગો પર ચા-પાણી, સરબત, પ્રસાદી વગેરેની વ્યવસ્થા કરાઈ હતી. જયુબેલીબાગ પાસે શિવસેનાના જીમ્મી અડવાણી તથા તેની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.

રૂટમાં આવતા માર્ગો પર રઘુવંશી વેપારી મીત્ર મંડળ, કમલેશભાઈ હિન્ડોચા, રાજદેવ પરિવાર, શહેર ભાજપના મનીષ રાડીયા, વિક્રમ પૂજારા, કમલેશ મીરાણી, અનીલભાઈ પારેખ વગેરેએ રથયાત્રાનું અભિવાદન કરેલ હતું. કિરીટભાઈ પાંધી, જગદીશભાઈ કોટેચા, વિજયભાઈ વસાણી સહિતના અન્યોએ શોભાયાનિં સ્વાગત કરેલ હતું.

જયારે શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિરે પહોંચી ત્યારે દેવાંગ માંકડ તથા ટ્રસ્ટીઓએ સ્વાગત કરેલ હતું. શોભાયાત્રા પંચનાથ મંદિરે વિરામ પામ્યા બાદ મહાઆરતી કરવામાં આવેલ તથા મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. પંચનાથ મંદિરે રકતદાન કેમ્પ યોજવામાં આવેલ હતો.

શોભાયાત્રામાં રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.10 પરેશભાઈ તન્નાના ફલોટને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવેલ. બીજા ક્રમે બોલબાલા ચેરી.ટ્રસ્ટ, જયારે ત્રીજા વિજેતા તરીકે વિન્ટેજ કાર સાથે પૂ.શ્રી જલારામ બાપાના વિશિષ્ટ ફલોટને જાહેર કરાયો હતો. જયારે લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટના અન્નપૂર્ણા રથ અન્નક્ષેત્રને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ હતું. ફલોટની સ્પર્ધામાં જશુમતીબેન વસાણીએ નિર્ણાયક તરીકે સેવા આપેલ. આ પ્રસંગે સેવા કર્મીઓનું અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું.

► યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી

*ઠેર ઠેર માનવ સેવાના કેન્દ્રો, ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય બાપાના ફલોટ્સ તૈયાર કરાયા

વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધીનું પૂજન કરાયું
ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાઇ પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડયા હતા.

પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 14 વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આજે આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 500 થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેણીથી નીકળ્યા હતા.

વીરપુરમાં જાણે આજે દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ તેમજ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાની જીવન ઝાંખી દર્શાવતા વિવિધ ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા ભાવિકો માટે મફત ઠંડા પીણાં,શરબત,છાશ તેમજ ચા નાસ્તા સહીતના સ્ટોલો ઠેરઠેર કરવામાં આવ્યા છે,

પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મ જયંતીએ વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધિનું પૂજન કરવામાં આવ્યું ત્યાર બાદ શ્રી જલારામ બાપાની આરતી કરવામાં આવેલ,પૂજ્ય બાપાની 224મી જયંતિ ને લઈને વીરપુરવાસીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો દેશ વિદેશ માંથી આવતા લાખો ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને પ્રસાદ લઈ ને ધન્યતા અનુભવી હતી.


► તાકે પદ વંદન કરૂં, જય જય જલારામ
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ગઈકાલે પૂ.જલારામ બાપાની 224મી જન્મ જયંતીના ઉપલક્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોકત તસ્વીરમાં પૂ.જલારામ બાપાની ઝુંપડીના દર્શન થાય છે. બીજી તસ્વીરમાં આરતી ઉતારતા ગિરિરાજ હોસ્પીટલના રમેશભાઈ ઠકકર, ડો.મયંક ઠકકર, પ્રવીણ કાનાબાર, અશોક હિંડોચા વગેરે નજરે પડે છે. નીચેની તસ્વીરમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતા સંતો તથા રઘુવંશી અગ્રણીઓ, ફલોટસ તથા મહાપ્રસાદનો લાભ લેતા જલારામ ભકતો નજરે પડે છે.

► રઘુવંશી યુવા ગ્રુપ (વોર્ડ નં.10) દ્વારા પૂ.જલારામ જયંતીની ભવ્ય ઉજવણી
રથયાત્રામાં સામેલ ફલોટ પ્રથમ વિજેતા: રંગોળીનું આકર્ષણ
રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નંબર-10 દ્વારા જલારામ બાપાની 224મી જન્મ જયંતીની ધામ-ધુમથી ઉજવણી કરવામાં આવી જેમાં નાના-નાના ભુલકાઓ દ્વારા રામ ભગવાન જલારામબાપા, તથા આરબોના પાત્રની વેશભુષા કરી રથયાત્રોમાં રથ મોકલેલ જેનો જલારામ જન્મોત્સવ સમીતી દ્વારા પ્રથમ નંબર આપવામાં આવેલ અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે રથનું સામૈયુ કરી મહા આરતી કરવામાં આવેલ ત્યાર બાદ આશરે 8 હજાર રઘુવંશી ભાઈઓ બહેનો અને જલારામ ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધેલ.

ઉપરોકત સ્થળ ઉપર કમીટી મેમ્બર્સની દિકરીઓ માનસી પારેખ, ફોરમ સુરાણી દ્વારા જલારામ બાપા, વીરબાઈમાં અને સાધુ રૂપે ભગવાનનું આબેહુબ દ્રશ્ય રંગોળી દ્વારા ત્યાં કરવામાં આવેલ ઉપરોકત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપેલ તેમજ નિતીનભાઈ ભારદ્વાજ તેમજ રાજકોટ લોહાણા મહાજનના પુર્વ પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, તેમજ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ, પરાગભાઈ દેવાણી, હિરેનભાઈ ખખ્ખર, યોગેશભાઈ જશાણી તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પરેશભાઈ જે.તન્ના, બીપીનભાઈ પોપટ, ભરતભાઈ સેતા, ભાવેશભાઈ પોપટ, પરેશ આર.તન્ના, પ્રદીપભાઈ રાજવીર, ચેતનભાઈ તન્ના, યશવંતભાઈ જોબનપુત્રા, પ્રભુદાસભાઈ જોબનપુત્રા, ભરતભાઈ દતાણી, શશીભાઈ જોબનપુત્રા, જયભાઈ અમલાણી, રાકેશભાઈ અમલાણી, નીલેશભાઈ કોટક, પ્રણવભાઈ ઉનડકટ, બીપીનભાઈ પુજારા, નીલેશભાઈ રાયચુરા, મુન્નાભાઈ છગાણી, ગૌતમભાઈ સોમૈયા, સુનીલભાઈ દાવડા, હરિશ દત્તાણી, બીપીનભાઈ રાજાણી, કીરીટભાઈ સાતા, નીરવભાઈ ગોકાણી, મીતેષભાઈ પુજારા દ્વારા જહેમત ઉઠાવેલ.

► જલારામ ભકિતધામ ટ્રસ્ટ દ્વારા નોંધારા પરિવારને રૂ।7 હજારથી વધુનો ચેક અર્પણ
દિવાળીના દિવસે શહેરની પ્રજા પર્વની ઉજવણી કરી રહી હતી.ત્યારે શહેરના ભગવતીપરામાં એક સામાન્ય પરિવારના ઘેર આગ લાગતા આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું.આખો પરિવાર નોધારો બની ગયો હતો. આ કુંટુંબની સહાય અર્થે જલારામ ભકિતધામ ટ્રસ્ટ દ્વારા મદદની અપીલ કરવામાં આવી હતી.ત્યારે દાતાઓ દ્વારા ટ્રસ્ટના ખાતામાં યોગ્ય યોગદાન આપવામાં આવ્યું હતું. દાતાઓના આર્થિક સહયોગથી મળેલી કુલ રકમ રૂ।7,745નો ચેક જલારામ ભકિતધામ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ લાલસેતાના હસ્તે લાભાર્થીના ઘરે જઈ રૂબરૂ આવેલ હતો.અને તેની સાથે 1 મહિનાની રાશનકીટ પણ આપવામાં આવી હતી.આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિને વેગ આપવા માટે મો.98253 50546 પર સંપર્ક કરવાનો રહેશે.

► પૂ.જલારામબાપાની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
પૂ.જલારામ બાપાની જન્મ જયંતીના પાવન પર્વેની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં વિવિધ મંદિરોમાં ઠેર-ઠેર મહાઆરતી, પાદુકા પૂજન, મહાપ્રસાદ,ભંડારો, અન્નકૂટ તેમજ શોભાયાત્રાનું આયોજનો કરવામાં આવેલ હતું.

આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત શહેરના કરણપરા ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પૂ.જલારામબાપાનું પૂજન અર્ચન ભાજપના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયા, નેતા લીલુબેન જાદવ, વિક્રમભાઈ પૂજારા સહિતના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

► યાત્રાધામ વીરપુરમાં પૂ.જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત આતશબાજી તથા રંગોળીઓ કરાઈ
યાત્રાધામ વીરપુરમાં 224મી જલારામ જયંતિને લઈને બીજી દિવાળી હોય તેમ ગ્રામજનો દ્વારા આતશબાજી કરીને ઘેર ઘેર રંગોળીઓ કરવામાં આવી. દેશ વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224મી જન્મ જ્યંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર વાસીઓએ ઘેર ઘેર આંગણે અવનવી રંગોળીઓ કરવામાં આવી છે

જેમાં પૂજ્ય જલારામ બાપા ના આશિર્વાદથી ક્રિકેટ વલડકપ "જીતેગા ઇન્ડિયા"ની રંગોળી બનાવાય હતી અને પૂજ્ય બાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી હતી.દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું તેમજ ફૂલહાર આસોપાલવના તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે,વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને આતશબાજી કરીને પૂજ્ય બાપાના જન્મદિનના વધામણાં કરવામાં આવી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement