રાજકોટ, તા.20 : માલિયાસણ પાસેથી એસઓજીની ટીમે 1 કિલો 460 ગ્રામ ગાંજા સાથે રૂખડીયાપરાના હરેશ દલસુખગીરી ગોસાઈ (ઉ.વ.40)ને ઝડપી લીધો હતો. એસઓજી પીઆઈ જે.ડી ઝાલા, એ.એસ.આઇ. ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફીરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા,
કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમાર, નાઝનીનબેન સોલંકી ડ્રા.હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા પેટ્રોલિંગમાં હતા ત્યારે ઇન્દ્રસિંહ અને હાર્દિકસિંહને બાતમી મળતા માલિયાસણ પાસે હાઇવે રોડ પર વોચ ગોઠવી એકસેસ સ્કૂટર પર નીકળેલા આરોપી હરેશને અટકાવી તપાસ કરતા તેના કબ્જામાંથી 1 કિલો 460 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
જેની કિંમત 14600 ગણી હતી. સ્કૂટર મોબાઈલ મળી રૂ.74600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંજાનો પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી વાય.એચ.દવેએ આપતા ગુનો દાખલ કરાયો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોટીલા તરફથી ગાંજો લઈ આવ્યાનું કહ્યું હતું. પોતે ગાંજાનો બંધાણી હોવાનું કહ્યું હતું. જે પછી ગાંજો વેચાવનું પણ શરૂ કરી દીધું હતું. કોની પાસેથી ગાંજો લઈ આવ્યો છે, કેટલા સમયથી ગાંજો વેચે છે. વગેરે બાબતે કુવાડવા રોડ પોલીસ તપાસ કરશે.