વાવાઝોડામાં નુકસાન થતા ડાઈંગ-પ્રિન્ટીંગ કંપનીને રૂા.18.10 લાખ વ્યાજ સાથે ચુકવવા હુકમ

20 November 2023 05:27 PM
Rajkot
  • વાવાઝોડામાં નુકસાન થતા ડાઈંગ-પ્રિન્ટીંગ કંપનીને રૂા.18.10 લાખ વ્યાજ સાથે ચુકવવા હુકમ

રિધ્ધિ સાડી પ્રિન્ટીંગ કારખાનામાં ડીઝાઈન ફ્રેમ સહિતની મિલકતમાં નુકસાન થયેલું: વિમા કંપની સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઈ હતી

રાજકોટ તા.20
નિસર્ગ વાવાઝોડા વખતે વર્ષ 2020માં જેતપુરના રિધ્ધિ સાડી ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ કારખાનામાં નુકશાની થઈ હતી. ફેકટરીના મેદાનમાં પડેલ ડિઝાઈન ફ્રેમ સહિતનો જંગમ મિલકતને આશરે 20 લાખનું નુકશાન થયેલું. જે અંગે કારખાનાના માલિક શિલ્પાબેન પી. જોગી દ્વારા ધી ઓરીએન્ટલ ઈુસ્યોરન્સ કંપનીમાં કલેઈમ કરાયો હતો. પરંતુ વિમા કંપનીએ નુકશાની વળતર ચુકવ્યું નહોતું.

રિધ્ધિ સાડી દ્વારા શ્રી જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના પ્રમુખ દિપાબેન વી.કોરાટનો સંપર્ક કરાતા વિમા કંપનીને નોટીસ પાઠવવામાં આવી હતી. જે પછી ગ્રાહક અદાલતમાં ફરીયાદ કરાતા કેસ ચાલતા માજી સાંસદ, ધારાશાસ્ત્રી રામજીભાઈ માવાણીએ રજૂઆતો કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકયા હતા.

રાજકોટની ગ્રાહક અદાલતે દલીલો ધ્યાને લઈ અરજી દાખલ થયાની તારીખથી રૂા.18,10,900 વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં કંપનીને ચુકવવા અને ફરીયાદ ખર્ચ પેટે રૂા.2500 ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

આ ફરિયાદમાં અરજદાર રિધ્ધિ સાડી વતી સિનિયર ધારાશાસ્ત્રી રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, મનોજભાઈ કોરડીયા, પંકજભાઈ કોયાણી, અશોકભાઈ કોયાણી વગેરે રોકાયેલ હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement