ચા પીવા હોટલે ઉભેલો 30 વર્ષીય ભરત નકુમ ઢળી પડયો: હાર્ટએટેકથી મોત

20 November 2023 05:32 PM
Rajkot Crime
  • ચા પીવા હોટલે ઉભેલો 30 વર્ષીય ભરત નકુમ ઢળી પડયો: હાર્ટએટેકથી મોત

મૃતક મૂળ જોડીયાના હડીયાણાનો વતની, અહી રૂમ રાખી ભાડે રહેતો, પ્લમ્બીંગ કામ કરતો

રાજકોટ,તા.20
શહેરના રૈયાધાર શાસ્ત્રીનગરમાં રહેતો ભરત સતીષભાઈ નકુમ (ઉ.વ.30) ચાની હોટલે ચા પીવા ઉભો હતો ત્યારે અચાનક ઢળી પડતા હાર્ટએટેકના કારણે મોત થયું હતું.બનાવની વિગત મુજબ, ભરત મૂળ જોડીયા તાલુકાના હડિયાણા ગામનો વતની હતો. તે રાજકોટમાં રૈયાધાર શાસ્ત્રીનગરમાં રૂમ ભાડે રાખી એકલો રહેતો હતો.અને પ્લમ્બીંગ કામ કરતો હતો.2 ભાઈમાં મોટો હતો. આજે સવારે 6.30 વાગ્યે ઉઠીને ભરત તેના ઘર પાસે જોગણી કૃપા હોટલમાં ચા-પાણી નાસ્તો કરવા ગયેલો.

અહી અચાનક બે ભાન થઈ ઢળી પડયો હતો. હોટલના માણસો અને આસપાસના લોકોએ દોડી જઈ 108ને ફોન કર્યો હતો.108ના ડોકટરે તપાસી સ્થળ પર જ ભરતને મૂત જાહેર કર્યો હતો. યુનિ.પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. પ્રાથમિક તારણમાં ભરતને હાર્ટએટેક આવ્યાનું તારણ છે.યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement