બી.ડી.કામદાર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 1.40 લાખની મત્તા ચોરાઈ

20 November 2023 05:34 PM
Rajkot Crime
  • બી.ડી.કામદાર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 1.40 લાખની મત્તા ચોરાઈ

બે તસ્કર સીસીટીવીમાં કેદ, સ્ક્રેપના વેપારી જયદીપ ચૌહાણે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, પોલીસ દ્વારા શોધખોળ

રાજકોટ, તા.20
મવડી વિસ્તારમાં આવેલી બી.ડી.કામદાર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. રૂ.1.40 લાખની મત્તા ચોરાઈ હતી. બે તસ્કર સીસીટીવીમાં કેદ થયા છે. સ્ક્રેપના વેપારી જયદીપ ચૌહાણે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ થઈ રહી છે. ફરિયાદી જયદીપ હમીર ચૌહાણ (ઉ.વ.36, રહે, બી.ડી.કામદાર સોસાયટી શેરી નં.2, શિવમ પાર્કની બાજુમાં મવડી પોલીસ હેડ કવાટર્સની પાછળ)એ જણાવ્યું કે, હું નાનામવા ભીમનગર ખાતે શક્તિ સ્ક્રેપ નામનો ભંગારનો ડેલો છેલ્લા ચાર વર્ષથી ચલાવી વેપાર ધંધો કરું છું.

તા.18ના રોજ મારો નાનો ભાઈ અનિલ તેમના પરીવાર સાથે રાત્રે બારેક વાગ્યે દ્વારકા જવા માટે નિકળેલ. હું ઉદયપુર રાજસ્થાનથી મારા પરીવાર સાથે સવારના પોણા પાંચેક વાગ્યાના અરસામાં ઘરે આવેલ. મકાનનું તાળુ ખોલવા જતા તાળુ તથા દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં નીચે પડેલ હતો. ઘરમાં જઈ તપાસ કરતા કબાટના બંને દરવાજા ખુલ્લા હતા. સરસામાન વેરવીખેર હાલતમાં પડેલ હતો.

જેથી મે આ કબાટમાં તપાસ કરતા અંદરના ખાનામાં મુકેલ હાથમાં પહેરવાની સોનાની વીંટી તથા રોકડા રૂપીયા મળી આવેલ નહી. જેથી કોઈ અજાણ્યા ચોર ઈસમે અમારી ગેર હાજરીમાં અમારા ઘરમાં પ્રવેશ કરી કપડા મુકવાના ઘોડામાં રાખેલ કબાટની ચાવી વડે લોક ખોલી કબાટમાં મુકેલ સોનાના દાગીના વીંટી નંગ-2 જેનુ વજન આશરે 3 તોલા, રોકડા રૂ.50,000 મળી કુલ રૂ.1,40,000 ની ચોરી થઈ હતી. સીસીટીવી જોતા બે શખ્સ જોવા મળેલ. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement