અમદાવાદમાં રવિવારે રમાયેલા વર્લ્ડકપ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર થતા ભારતીય ટીમ ભાંગી પડી હતી. મેચ ખત્મ થયા બાદ ડ્રેસીંગ રૂમમાં પરત ફરતી વેળાએ મેદાન પર જ કપ્તાન રોહિત શર્માની આંખોમાં આંસુ દેખાવા લાગ્યા હતા. ડ્રેસીંગ રૂમમાં સિરાજ સહિતના ખેલાડીઓ ધ્રુસકે ચડયા હતા.
કોચ રાહુલ દ્રવિડે પણ સ્વીકાર્યુ હતું કે મેચ બાદ ડ્રેસીંગરૂમના દ્દશ્ય સારા ન હતા અને ખેલાડીઓને સંભાળવાનું મુશ્કેલ બન્યુ હતું. ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગયા હતા. ભાંગી પડેલા ભારતીય ખેલાડીઓને ‘નોર્મલ’ કરવા તથા મનોબળ વધારવા ખુદ તેઓ ડ્રેસીંગરૂમમાં પહોંચી ગયા હતા.
ટુર્નામેન્ટના એકંદર દેખાવના વખાણ કર્યા હતા. કોચ રાહુલ દ્રવિડથી માંડીને કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ, શ્રેયસ ઐય્યર સહિત તમામે તમામ ખેલાડીને રૂબરૂ મળ્યા હતા અને મનોબળ વધાર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજા તથા જસિ5્રત બુમરાહ સાથે ગુજરાતીમાં વાત કરી હતી