અમદાવાદ,તા.21 : 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં કંગાળ દેખાવને કારણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા આજે સવારે ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ લેન્ડ થયા હતા. પત્ની અનુષ્કા સાથે મુંબઈ પહોંચેલા વિરાટ કોહલીના ચહેરા પર ઓસ્ટ્રેલિયા સામેની હારનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, તો બીજી તરફ અનુષ્કા પણ અપસેટ દેખાઈ રહી હતી, આ સેલેબ્રિટી કપલે એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહેલા ફોટોગ્રાફર્સની સામે જોવાનું પણ ટાળ્યું હતું.