અનુષ્કા અને આથિયા પર કોમેન્ટ કરી હરભજન ફસાયો: માફીની માંગ

21 November 2023 12:13 PM
Sports
  • અનુષ્કા અને આથિયા પર કોમેન્ટ કરી હરભજન ફસાયો: માફીની માંગ

સોશિયલ મીડિયા પર હરભજન ટ્રોલ થયો

મુંબઈ: ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર હરભજનસિંહ મેચ જોવા આવેલી બોલિવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી પર મજાક કરતી કોમેન્ટને લઈને ફસાયા છે. બન્ને એકટ્રેસના ફેન્સને હરભજનની કોમેન્ટ ગમી નથી અને હરભજનને માફી માગવાની માંગ કરી રહ્યા છે.

ખરેખર તો ભારત અને ઓસ્ટે્રલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં વિરાટ કોહલીની પત્ની અને એકટ્રેસ અનુષ્કા શર્મા અને કે.એલ. રાહુલની પત્ની અને એકટ્રેસ તેમજ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હતી. જયારે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ મેદાન પર બેટીંગ કરી રહ્યા હતા ત્યારે એક પળ એવી આવી કે કેમેરા અનુષ્કા અને આથિયા તરફ ફર્યો હતો. બન્ને આપસમાં વાતો કરતી હતી, તેવામાં કોમેન્ટેટર હરભજનસિંહે કોમેન્ટ કરી કે હું એ વિચારી રહ્યો છું કે વાત ક્રિકેટની થઈ રહી છે

કે ફિલ્મોની, કારણ કે બન્ને ક્રિકેટના બારામાં જાણતી નથી કે તેમને એટલી સમજ હોય. હરભજનની કોમેન્ટનો આ વીડિયો જેવો સોશિયલ મીડિયામાં શેર થયો કે હરભજન પર તડાપીટ પડી. એક યુઝરે લખ્યું- હિન્દી કોમેન્ટેટરે ખુલ્લી રીતે અનુષ્કા શર્માની ક્રિકેટની સમજની મજાક ઉડાવી છે, આપણે કયારે સુધરશું ભાઈ, એ માત્ર અનુષ્કા નથી, વિરાટ કોહલીની પત્ની પણ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement