નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ પર્સનલ લોન પર આકરા નિયમો બનાવ્યા બાદ પણ આ પ્રકારની લોનની માંગમાં કોઈ મોટો ઘટાડો થશે નહી તેવા સંકેત છે અને તેથી હવે પર્સનલ લોન તથા ક્રેડીટ કાર્ડ પર અપાતું ધિરાણ વધુ મોંઘુ કરવાની બેન્કોની તૈયારી છે. ખાસ કરીને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ માટે હવે આ પ્રકારની લોન આપવી એ વધુ મુશ્કેલ બનશે. બેન્કો આગામી એક બે દિવસમાં જ તે અંગે જાહેરાત કરી શકે છે.
રીઝર્વ બેન્કે પર્સનલ લોન ક્રેડીટ કાર્ડ કોઈ જામીનગીરી વગર જ અપાતી હોવાથી તેના માટે ‘રીસ્ક’ કેટેગરીમાં હવે બેન્કોએ જેમ આ ધિરાણ મળે તેમ વધુ કેપીટલની જોગવાઈ કરવી પડશે. બેન્કો જો રૂા.100નું ધિરાણ કરે તો રૂા.11.25ની વધારાની મૂડી પણ રાખવી પડશે. આવું જ ક્રેડીટકાર્ડ માટે બની રહ્યું છે. હાલ બેન્કો જે વ્યક્તિગત ધિરાણ આપે છે
તેના પર 10થી30% સુધીનું વ્યાજ વસુલ કરે છે અને હવે તેમાં વધુ દોઢ ટકા સુધીનો વધારો થશે. ગ્રાહકોએ હવે તેથી વધુ વ્યાજ વધુ ઉંચા ઈએમઆઈ ચુકવવા પડશે. બેન્કોને હવે આ પ્રકારનું ધિરાણ વધારવું હોય તો જો હાલની રફતારે લોન આપે તો રૂા.84000 કરોડની વધારાની મૂડી બેન્કો ઉમેરવી પડશે. આમ બેન્કોએ અનેકવિધ મોરચે લડવું પડે તેવી શકયતા છે પણ મોટાભાગની નાણાકીય સંસ્થાએ આરબીઆઈના આ નિર્ણયને યોગ્ય માને છે.