રાજસ્થાનમાં વચનોનો પટારો ખોલતી કોંગ્રેસ: ખેડુતોથી લઈ નાના વ્યાપારીઓને વ્યાજ મુક્ત લોન

21 November 2023 01:36 PM
India Politics
  • રાજસ્થાનમાં વચનોનો પટારો ખોલતી કોંગ્રેસ: ખેડુતોથી લઈ નાના વ્યાપારીઓને વ્યાજ મુક્ત લોન

તા.25ના મતદાન પુર્વે સંકલ્પપત્ર જાહેર કરતા ગેહલોટ: 4 લાખ સરકારી નોકરી: ટેકાના ભાવનો કાનૂન: ગેસ સીલીન્ડર ફકત રૂા.400માં

જયપુર તા.21 : રાજસ્થાનમાં તા.25ના રોજ યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે આજે કોંગ્રેસે પણ મહિલાઓથી લઈ યુવાનો માટે વચનોનો મોટો પટારો ખોલી નાંખ્યો છે. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની એક પત્રકાર પરિષદમાં ખેડુતોને રૂા.2 લાખની વ્યાજ મુક્ત લોન ઉપરાંત યુવાનો માટે ચાર લાખ નોકરીઓની જાહેરાત કરી છે.

રાજસ્થાનની કોંગ્રેસ સરકારે વિઝન 2030 મુજબ આ સંકલ્પપત્ર જાહેર કર્યું હતુ જેમાં મહિલાઓને દર વર્ષે રૂા.10 હજારની મદદ કરવા તેમજ ખેડુતો માટે ટેકાના ભાવનો કાનુન લાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જયારે રાજયમાં ચાલી રહેલી ચિરંજીવી વિમા યોજના હેઠળની રકમ રૂા.25 લાખમાંથી વધારીને રૂા.50 લાખ કરવામાં આવી છે. જયારે રાજસ્થાન સરકાર હાલ રૂા.500માં રાંધણગેસ સીલીન્ડર મળે છે તેમાં પણ વધારે રૂા.100ની સબસીડી અને તે રીતે રૂા.400માં ગેસ સીલીન્ડર આપવાની જાહેરાત કરી છે.

જયારે ઈન્દીરા ગાંધી શહેરી રોજગાર યોજના તેમજ મનરેગામાં પણ વર્ષે ઓછામાં ઓછું 150 દિવસની રોજગારી અપાશે. નાના વેપારીઓ દુકાનદારોને રૂા.5 લાખ સુધીની વગર વ્યાજની લોન પણ આપવાની જાહેરાત કરી છે અને રાજયમાં જાતિ આધારિત જનગણનાનું પણ વચન અપાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement