સિરસા તા.21 : હરિયાણામાં સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમસિંહને વધુ એકવાર 21 દિવસની પેરોલ મળી છે. આ પેરોલ ડેરા સચ્ચા સૌદાના સંસ્થાપક શાહ મસ્તાના મહારાજના અવતાર (જન્મ)ના મહિનાને ધ્યાનમાં રાખીને મળવાથી ડેરા અનુયાયીઓ ખુશ છે. રામ રહિમ આ પેરોલ દરમિયાન ઉત્તરપ્રદેશના બરનાવા સ્થિત આશ્રમમાં રહેશે ડેરા પ્રમુખને 30 મહિનામાં આઠમીવાર પેરોલ મળી છે. ચાર રાજયોમાં ચૂંટણી પહેલા તેના કયાસ કાઢવામાં આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડેરો પ્રમુખ સિરસાના પત્રકાર અને સાધ્વી યૌન શોષણ કેસમાં સુનારિયા જેલમાં બંધ છે.