રાજકોટ,તા.21 : કેન્દ્રીકર્મચારીઓ-પેન્શનરો અને તેમના પરિવારો માટે એઈમ્સમાં કેસનેસ સારવારની મંજુરી આપી દેવામાં આવી છે.જેથી હવે કેન્દ્રસરકારના સીજીએચ.એસ.કાર્ડ ધારકો એઈમ્સમાં 1500 થી વધુ સર્જરી અને આરોગ્ય સારવારનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે.
અહીંએ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નિર્માણાધીન એઈમ્સનું આગામી ડીસેમ્બર માસમાં લોકાર્પણ માટે કાઉન્ટ ડાઉન શરૂ થવા પામેલ છે. ત્યારે કેન્દ્ર સરકારના સીજીએચ.એસ (CGHS) કાર્ડ ધારકોને એઈમ્સમાં કેસલેસ સારવારની મંજુરી આપી દેવામાં આવતા સૌરાષ્ટ્ર-કચ્છના હજારો સીજીએચએસ કાર્ડ ધારકોને મોટા ફાયદો થવા પામેલ છે.ભારતીય દૂરસંચાર પેન્શનર્સે સંઘ ગુજરાતના સર્કલ સેક્રેટરી બીજીપટેલ, ડેપ્યુટી સર્કલ સેક્રેટરી બીએ મેનપરા ઘણા સમયથી વિવિધ માંગણી માટે આંદોલન ચલાવી રહ્યા હતાં.
જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રિટાયર્ડ કર્મચારીઓને સારી અને ઝડપી સેવા મળી રહે તે માટે દરેક જિલ્લા મથકે સીજીએચએસ વેલનેસ સેટરની માંગણી કરી રહ્યા છે. અને જયા એઈમ્સ છે ત્યા સીજીએચએસ કાર્ડ ધારકોને કેશલેસ ટ્રીટમેન્ટ માટેની માંગણી કરી હતી. આ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયાને અવાર નવાર મળી આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી અને આંદોલનની ધમકી પણ આપવામાં આવી હતી. પછી પેન્શનર્સ બંધની માંગણી સ્વીકારાયેલ છે.
હજુ દરેક જિલ્લા મથકે સીજીએચએસ વેલનેસ સેન્ટરની આપવાની માંગણી પેન્ડીંગ છે.કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને (સેન્ટ્રલ ગવર્નરમેન્ટ હેલ્થ સ્કીમ સીજીએચએસ વચ્ચે થયેલ કરાર મુજબ એઈમ્સ રાજકોટ, ગૌહાટી બીબીનગર, તેલંગણાના કેન્દ્ર સરકારના સીજીએચએસ કાર્ડ ધારકોને કેસલેસ સેવા આપવામાં આવશે.આ કેન્દ્રના કર્મચારીઓ અને રિટાયર્ડ કર્મચારીઓ સીજીએચએસ કાર્ડ ધરાવતા હશે તેમને આ કેસલેસ સેવાના લાભ મળશે. આ ઉપરાંત પૂર્વ એમ.પી.પૂર્વ ગવર્નર પૂર્વ ધ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજને પણ આ ફાયદો આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી દરેક રિટાયર્ડ સીજીએચએસ કાર્ડ ધારકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ભારતીય દૂરસંચાર પેન્શનર્સે સંઘ રાજકોટના પ્રમુખ આરકે માદલીયા, સેક્રેટરી કે.ટી.મેહતા કાર્યકારી પ્રમુખ વી.કે.ફુલતરિયા, ડેપ્યુટી સેક્રેટરી એમ કે રાવલ તથા અન્ય હોદેદારો બી.કે.સંઘાણી એચ.વી.ઝવેરી, એ.કે.થોરીયા, એમ.બી.સરવૈયા, એસ.એ.રૂપાપરા,પી.કે.ઠાકર, મનસુખભાઈ હર્ષિદા ખંજુરીયા, સી.બી.રાઠોડ, વાયએસ રાવલ, એમ.એમ.રાંક, બી.કે.સોનાગ્રા,પીપી જોશી, કે.પી.પોપટ,પી.જે.બુટાણી, જે.વી.ચાવડા, આર.કે.ડોડીયા, અને સભ્યોએ જહેમત હેમત ઉઠાવી આ માંગણીની સફળતા અપાવી છે.