આજી ડેમ ફરી ‘સૌની’નાં સહારે: આવતા સપ્તાહથી પાણી છોડાશે

21 November 2023 04:07 PM
Rajkot Saurashtra
  • આજી ડેમ ફરી ‘સૌની’નાં સહારે: આવતા સપ્તાહથી પાણી છોડાશે

હાલ ડેમમાં માત્ર 42 ટકા જળ જથ્થો: પ્રથમ તબકકામાં આજીમાં 500 એમસીએફટી નર્મદાનિર અપાશે

રાજકોટ, તા.21 : રાજકોટવાસીઓની જીવાદોરી સમાન આજી-1 ડેમ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં પુરો ભરાઇ જાય છે છતાં પણ રાજકોટની સતત વધી રહેલી વસ્તીના પ્રમાણમાં પાણીનો સંગ્રહ ઓછો પડતો હોય, આજી-1 ડેમ સૌની યોજનાની સહારે આવી ગયો છે. વારંવાર આજીડેમ પુરતો ભરાઇ ગયો હોવા છતાં બે થી અઢી માસમાં જ આજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠેલાવવું પડે છે. ત્યારે માંડ બીજા ચોમાસા સુધી રાજકોટવાસીઓને પીવાના પાણીની સુવિધા મળે છે.

તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સિંચાઇ વિભાગને આજી-1 ડેમમાં ફરી સૌની યોજનાનું નર્મદા નીર છોડવા માટે દરખાસ્ત કરવામાં આવેલ હતી. આ દરખાસ્ત અનુસંધાને હાલમાં જ સિંચાઇ વિભાગે આજી-1 ડેમમાં ફરી એકવાર સૌની યોજનાનું પાણી ઠાલવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સિંચાઇ વિભાગના ઇજનેરી સુત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર આજી-1 ડેમમાં ફરી આવતા સપ્તાહથી સૌની યોજનાનું પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આજી-1 ડેમમાં માત્ર 42 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ડેમની સપાટી 17.50 ફુટ રહેવા પામી છે. એટલે કે હાલમાં 900 એમસીએફટીની ક્ષમતા ધરાવતા આજી-1 ડેમમાં હાલમાં માત્ર 400 એમસીએફટી જેટલું પાણી બચ્યું છે. અને મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક આજી-1 ડેમમાંથી 8 થી 10 એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જેના પગલે હવે આજી-1 ડેમમાં સપ્તાહ દરમ્યાન ફરી એકવાર સિંચાઇ વિભાગ દ્વારા પ્રથમ તબકકામાં 500 એમસીએફટી નર્મદા નિર છોડવામાં આવનાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement