મુંબઈ: મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠા અનામત આંદોલનની ગરમી છે અને બીજી તરફ રાજયમાં બાગીઓના ભાવીનો ફેસલો પણ વિધાનસભા અધ્યક્ષે કરવાનો છે તે સમયે જ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જુથ)ના પ્રવકતા સંજય રાઉતે એક એક ફોટો પોષ્ટ કરીને મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનફુલે મકાઉમાં એક કેસીનોમાં જુગાર રમતા દર્શાવીને તેઓએ તે રાત્રીના કેસીનોમાં રૂા.3.50 કરોડ ઉડાવી દીધા હતા તેવી પોષ્ટ કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં જબરો ખળભળાટ મચી ગયા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ બાવનફુલેએ સ્વીકાર્યુ કે તેઓ પરિવાર સાથે મકાઉની સફેર છે પણ તેઓની જે તસવીર દર્શાવાઈ છે તે જે તે હોટેલના રેસ્ટોરાની છે. જયાં કેસીનો પણ છે હું પરિવાર સાથે અહી રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ બેઠો હતો તે સમયની તસ્વીરો છે. તેઓએ પોતે કદી જુગાર રમતા હોવાનું કે કેસીનોમાં જુગાર રમતા હોવાનો ઈન્કાર કર્યો હતો પણ તુર્તજ રાઉતે વધુ તસવીર પણ પોષ્ટ કરીને પૂછયું કે બાવનફુલે જે ‘પરિવાર’ની વાત કરી રહ્યા છે
તેમાં તેમની પાસે ચાઈનીઝ યુવતીઓ બેઠી છે તું બાવનફુલે ચાઈનીઝ પરિવાર ધરાવે છે. તેઓએ આ તસ્વીર તા.19 નવેમ્બરના અડધી રાતની હોવાનું દર્શાવીને દાવો કર્યો કે તેની પાસે આ પ્રકારના 27 ફોટો અને 5 વિડીયો છે. પણ તેઓ એ હદ સુધી નીચા જવા માંગતા નથી તેથી તે પોષ્ટ કરતા નથી. તેઓએ પોતાની પોષ્ટમાં લખ્યું કે મહારાષ્ટ્ર સળગી રહ્યું છે તો આ મહાશય કેસીનોમાં જુગાર રમી રહ્યો છે. હવે આ મુદે સોશ્યલ મીડીયામાં પણ જબરી આક્ષેપબાજી શરુ થઈ છે.