શેરબજાર ગ્રીન ઝોનમાં: સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 66000ની સપાટી કુદાવી ગયો

21 November 2023 04:42 PM
Business India
  • શેરબજાર ગ્રીન ઝોનમાં: સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 66000ની સપાટી કુદાવી ગયો

ટાટા ઇન્વેસ્ટમેન્ટ તૂટ્યો: મેટલ શેરોમાં ચમક

રાજકોટ, તા.21 : મુંબઇ શેરબજારમાં આજે તેજીનો વળાંક આવ્યો હતો. પસંદગીના હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 66000ની સપાટી કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક હતું. વિશ્વ બજારોની તેજી તથા રેટીંગ એજન્સીઓ દ્વારા ભારતીય આર્થિક વિકાસ દરના પોઝીટીવ અનુમાનોની સારી અસર હતી.

વિદેશી સંસ્થાઓની વેચવાલીનું કારણ ડીસ્કાઉન્ટ થયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આઇપીઓની વણઝાર વચ્ચે ટ્રેન્ડ પોઝીટીવ જ રહયો છે. કોઇ અણધાર્યા-ગંભીર કારણ વિના પ્રોત્સાહક વલણ યથાવત રહી શકે છે. શેરબજારમાં આજે લાર્સન, મારૂતી, સ્ટેટ બેંક, કોલ ઇન્ડિયા, ઓએમજીસી, ભારત પેટ્રો, ટાટા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રતન પાવર, વોડાફોન, યસ બેંક, જયપ્રકાશ પાવરમાં ઘટાડો હતો.

નેસલે, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, વીપ્રો, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્દાલકોમાં સુધારો હતો. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 278 પોઇન્ટના ઉછાળાથી 65933 હતો તે ઉંચામાં 66082 તથા નીચામાં 65849 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 90 પોઇન્ટના સુધારાથી 19784 હતો તે ઉંચામાં 19829 તથા નીચામાં 19754 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement