એમી એવોર્ડમાં ભારતે રચ્યો ઈતિહાસ: વીરદાસ અને એકતા કપૂર થયા વિજેતા

21 November 2023 04:57 PM
India World
  • એમી એવોર્ડમાં ભારતે રચ્યો ઈતિહાસ: વીરદાસ અને એકતા કપૂર થયા વિજેતા

સ્ટેન્ડ અપ કોમેડિયન વીરદાસને ‘વીરદાસ લેન્ડીંગ’ શો માટે અને એકતા કપુર ડિરેકટોરેટ એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

ન્યુયોર્ક (અમેરિકા) તા.21 : ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં ભારતે ઈતિહાસ રચી લીધો છે. જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023માં બેસ્ટ યુનિક કોમેડી માટે ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો છે. વીર દાસને નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શો ’વીર દાસ લેન્ડિંગ’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. ’વીર દાસ લેન્ડિંગ’ની સાથે ’ડેરી ગર્લ્સ સીઝન 3’ને કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં છે.

બંને વચ્ચે સ્પર્ધા બરાબર હતી અને બંનેએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો હતો. આ પહેલા 2021માં પણ વીર દાસને તેના કોમેડી શો ’ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી તે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે ’દિલ્હી ક્રાઈમ 2’ (નેટફ્લિક્સ) માટે અભિનેત્રી શેફાલી શાહ અને ’રોકેટ બોયઝ 2’ (સોની લિવ) માટે અભિનેતા જિમ સરબને પણ આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતા.

આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યાં હતા. આ સન્માન સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના ક્ધટેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર અને કોમેડિયન વીર દાસને આ ઇન્ટરનેશનલ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યાં હતા. એકતા કપૂર ’ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની ગઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement