♦ ધમકી આપનારની ધરપકડ
મુંબઇ, તા.21
પોતાને કુખ્યાત દાઉદ ઇબ્રાહીમ ગેંગનો સભ્ય ગણાવીને એક શખ્સે મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમમાં વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન કર્યો હતો. મુંબઇ પોલીસે ધમકીભર્યો ફોન કરનાર શખ્સની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો. આ ફોનમાં શખ્સે પોતાને અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ગેંગ સભ્ય ગણાવી અને તેણે વડાપ્રધાન મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યા કરવાની ધમકી આપી હતી. ફોનમાં આ શખ્સે જે.જે. હોસ્પિટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે ધમકી આપનાર શખ્સ સામે કેસ દાખલ કર્યો છે અને તેની ધરપકડ પણ કરી લેવાઇ છે.