મુંબઇ: રાજનીતિક અસ્થિરતાથી ભારતનો જીડીપી ગ્રોથ 2024માં ઘટીને 6.3 ટકા થઇ જશે. આ ટિપ્પણી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સચે પોતાના રિપોર્ટમાં કરી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જો કે આસપાસનું જોખમ સંતુલિત છે પરંતુ રાજનીતિક અનિશ્ચીતતા એક મુખ્ય ઘરેલું જોખમ બન્યું છે. કારણ કે આવનારા વર્ષમાં ચૂંટણી સામેલ થશે.
ગોલ્ડમેન સચે સોમવારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ 2023 માટે અનુમાનિત 6.4 ટકાથી ઘટીને 2024માં 6.3 ટકા થઇ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્ટ્રકચરણ ડેવલપમેન્ટની સૌથી સારી સંભાવના છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત પર બહારના ઝટકાની વધુ અસર નહીં થાય પણ મુખ્ય ઘરેલું જોખમ રાજનીતિક અનિશ્ચીતતાઓથી ઉત્પન્ન થઇ રહ્યું છે. કારણ કે 2024થી એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીના પરિણામો પર રોકાણકારો દ્વારા આર્થિક