મુંબઈ:
ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનર ડેવિડ વોર્નર હવે ભારત સામેની ટી20 શ્રેણી રમશે નહી અને તે સ્વદેશ પરત જઈ રહ્યો છે. ઓસી ટીમમાં કેપ્ટન પેટ કમીન્સ, જોશ હેઝલવુડ બાદ ડેવિડ વોર્નરે હવે ટી20 શ્રેણી નહી રમવા નિર્ણય લીધો છે.