♦ ભારતના અનુરોધ વિના ઈઝરાયેલનો સ્વતંત્ર નિર્ણય
નવીદિલ્હી તા.21
મુંબઈના 26/11ના આતંકવાદી હુમલાની 15મી વરસી આવી રહી છે ત્યારે ઈઝરાયલે એક મહત્વનું પગલું લીધું છે. ઈઝરાયેલે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને અધિકૃત રીતે આતંકી સંગઠન જાહેર કયુર્ં છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ઈઝરાયેલે આ નિર્ણય ભારત સરકારના કોઈ ઔપચારિક અનુરોધ વિના સ્વતંત્ર રીતે લીધો હતો.
ઈઝરાયેલી દૂતાવાસે કહ્યું હતું કે લશ્કર એ તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની બદી જરૂરી પ્રક્રિયાઓ પુરી કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008માં મુંબઈની તાજ હોટેલમાં લશ્કર એ તૈયબાના આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા હતા.