બેંગલુરુ તા.21
ઈન્ડીગો એરલાઈન્સની બેંગ્લોરથી ચેન્નઈ જતી ફલાઈટમાં ફકત છ મુસાફર તથા એરલાઈન્સે તે ફલાઈટ ઉડાડવાનો ઈન્કાર કર્યો હતો અને મુસાફરોને એવું વચન આપ્યુ હતું કે તેમને અન્ય ફલાઈટમાં સમાવી લેવાશે. પરંતુ તે રાત્રે ચેન્નઈ જતી અન્ય કોઈ ફલાઈટ નહી હોવાથી આ બે સીનીયર સીટીઝન સહિતના છ મુસાફરોને પુરી રાત્રી બેંગ્લોર વિમાની મથકે પસાર કરવી પડી હતી અને સોમવારે તેઓને મોડેથી ચેન્નઈ જતી ફલાઈટમાં રવાના કરાયા હતા.
રવિવારે રાત્રે 9.30 કલાકે અમૃતસરથી ચેન્નઈ વાયા બેંગ્લોર જતી ફલાઈટ લેન્ડ થયા બાદ તેમાં એક પણ મુસાફર રહ્યા ન હતા. જયારે વિમાની મથકે છ મુસાફરો ચેન્નઈ જવા માટે તૈયાર હતા. પરંતુ આટલા ઓછા મુસાફરો સાથે ફલાઈટ ઉડાડવાની ઈન્ડીગોની ઈચ્છા નહી હોવાથી તેણે મુસાફરોને થોડી જ વારમાં બીજી ફલાઈટમાં સમાવી લેવાશે તેવું જણાવીને પુરી રાત્રી વિમાની મથકે ગાળવા મજબૂર કર્યા હતા. એટલું જ નહી તેમની ભાગ્યે જ કોઈ કાળજી પણ લીધી હતી.