રાજકોટ:તા 21 : એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિજિટલ સર્વિસિસ કંપની તાતા ટેક્નોલોજીસ લિમિટેડ (કંપની) બુધવાર, નવેમ્બર 22, 2023ના રોજ તેના 6,08,50,278 સુધીના ઇક્વિટી શેર્સ (ઓફર)નો આઈપીઓ ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે. બિડ/ઓફરની અંતિમ તારીખ શુક્રવાર, 24 નવેમ્બર, 2023 હશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ/ઓફર ખોલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલાની છે, એટલે કે મંગળવાર, નવેમ્બર 21,2023. ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ।.475 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ।.500 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે.
બિડ ઓછામાં ઓછા 30 ઇક્વિટી શેર અને ત્યારબાદ 30 ઇક્વિટી શેરના ગુણાંક માટે કરી શકાય છે. કંપનીના આઈપીઓમાં રોકડ માટે 6,08,50,278 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઓફરમાં (એ) તાતા મોટર્સ લિમિટેડ દ્વારા 4,62,75,000 સુધીના ઈક્વિટી શેરનું વેચાણ,(બી) આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ પીટીઈ લિમિટેડ દ્વારા 97,16,853 ઈક્વિટી શેર્સનું વેચાણ અને (સી) તાતા કેપિટલ ગ્રોથ ફંડ 1 દ્વારા 48,58,425 ઇક્વિટી શેર્સનું વેચાણ સમાવિષ્ટ છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957ના નિયમ 19(2)(બી)ની શરતોમાં કરવામાં આવી રહી છે, જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા રેગ્યુલેશન્સ, 2018 ના નિયમન 31 સાથે સુધારેલ અને વાંચવામાં આવી છે. આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના રેગ્યુલેશન 6(1) અનુસાર અને બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના 50%થી વધુ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં.