મુંબઈ: ભારતમાં હવે આઈફોન સહિતના એપલના ઉત્પાદનોમાં નવો રેકોર્ડ સર્જાશે અને દેશમાં રૂા.1 લાખ કરોડની કિંમતના આઈફોન ઉત્પાદનનો નવો લક્ષ્યાંક રાખ્યા છે. દેશમાં હાલ 60000 કરોડ આઈફોન ઉત્પાદનનો રેકોર્ડ છે. કંપની 2024 માં દેશમાં રૂા.1 લાખ કરોડના આઈફોન ઉત્પાદન પહોચાડવા માંગે છે અને તેમાં મોડામાં મોડુ 2025ના નાણાકીય વર્ષના પ્રથમ કવાટરમાં હાંસલ કરશે. હવે ક્રિસમસ સહિતની રજાઓમાં આઈફોનની માંગ વધશે. પશ્ર્ચીમી દેશોમાં ફેસ્ટીવલ સીઝન એ એપલ માટે ખૂબજ મહત્વની છે અને તેથી ભારતમાં ઉત્પાદન ક્ષમતા તો 70% વિદેશમાં નિકાસ કરશે.
એપલે એપ્રિલ-ઓકટોબર સુધીમાં રૂા.40000 કરોડના આઈફોન નિકાસ કર્યા છે અને તે દેશની કોઈ એક બ્રાન્ડની નિકાસનો રેકોર્ડ પણ બન્યો છે. ઉપરાંત તે સ્થાનિક બજારમાં પણ આઈફોન વેચાણ વધારવા માંગે છે. ભારતમાં તાઈવાનની કંપની ફોકસકોનનો પ્લાંટ તામિલનાડુમાં અને ટાટા ગ્રુપ હસ્તગત કરેલી વિસ્ટ્રોન કર્ણાટકમાં પ્લાંટ ધરાવે છે અને બન્નેને સરકાર ઉત્પાદન સંબંધી પ્રોત્સાહનો પુરા પાડયા છે.