રાજકોટ, તા. 21
બેરોજગાર બની ઘરે બેસી રહેલા પુત્રને િ5તાએ પાઇપથી ફટકારતા સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ નાના મવા મેઇન રોડ પર ભીમનગરમાં રહેતા ભરત બુધાભાઇ શેખવા (ઉ.વ.30) આજે સવારે ઘરે હતો ત્યારે તેના પિતાએ તેને કામે જવાનું કહેતા પુત્રએ કામે જવાની ના પાડતા ઉશ્કેરાઇ પિતાએ પાઇપથી ફટકારતા યુવાનને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત યુવાન છુટક મજુરી કામ કરે છે અને એક ભાઇ-બહેનમાં મોટો છે. તે અવારનવાર કામ પર ન જતો હોવાથી મારામારી થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.