રાજકોટ: ગુજરાતમાં રાજકોટ સહિત રાજયમાં ‘દરબારો’ ભરી ગયેલા અને મધ્યપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બન્નેને ‘રાજી’ રાખવામાં સફળ બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે કચ્છમાં દરબાર ભરશે. તા.26થી 30 નવેમ્બર સુધી તેમાં કચ્છમાં તેમના દરબાર યોજાશે.
જે સમયે ગાંધીધામમાં હનુમંતકથા, કથા કરશે. આ માટે એક ધ્વજારોહણ સમારોહ અને બાઈક રેલી યોજીને પ્રચાર કરવામાં આવશે. આ દરબારમાં રોજ 25-30 હજાર લોકો આવશે. જેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.