વર્લ્ડકપમાં ભારત હારી જતા લાગી આવતા યુવાને આપઘાત કરી લીધો

21 November 2023 05:26 PM
World
  • વર્લ્ડકપમાં ભારત હારી જતા લાગી આવતા યુવાને આપઘાત કરી લીધો

ક્રિકેટના ક્રેઝની પરાકાષ્ઠા

♦ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાનો બનાવ

બાંકુરા (પશ્ચિમ બંગાળ) તા.21
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું. આ હારથી દુ:ખી થઈને પશ્ચિમ બંગાળના 23 વર્ષીય યુવકે કથિત રીતે આત્મહત્યા કરીને પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું. મૃતક યુવકના પરિવારજનોએ આ અંગે પોલીસને માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બાંકુરા જિલ્લાના બેલિયાતોર પોલીસ સ્ટેશન વિસ્તારના સિનેમા હોલ પાસે બની હતી. તેમણે જણાવ્યું કે મૃતક યુવકની ઓળખ રાહુલ લોહાર તરીકે થઈ છે.

રાહુલના સંબંધી ઉત્તમ સૂરે જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી. સુરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારથી દુ:ખી થઈને તેણે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી. સુરે દાવો કર્યો હતો કે તેના જીવનમાં આવી કોઈ સમસ્યા નથી. પોલીસે જણાવ્યું કે રાહુલના મૃતદેહને સોમવારે સવારે પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સંમિલાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. પોલીસે તપાસ ચાલુ હોવાનું કહીને મોતના કારણ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement