વિજયવાડા: ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડીયાના પરાજયથી કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા પણ આંધ્રપ્રદેશમાં 35 વર્ષના એક યુવકનું હૃદય તો ભારતનો પરાજય જીરવી શકયુ નહી અને કાર્ડીયાક એરેસ્ટ જેવી સ્થિતિથી તેનું તાત્કાલીક મૃત્યુ થયું હતું. તિરૂપતિનો જયોતિષ કુમાર યાદવ બેંગલુરુમાં સોફટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે તે દિવાળીની રજામાં ઘરે આવ્યો હતો અને કુટુંબ સાથે ફાઈનલ નિહાળતો હતો. મેચમાં ટીમ ઈન્ડીયા હારતા તે ખૂબ જ આક્રોશ અનુભવતો હતો થોડી જ મિનિટમાં તેને છાતીમાં દુખાવો થયો તુર્તજ નજીકની હોસ્પીટલમાં લઈ જવાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભારત 240માં આઉટ થતા જ તે તનાવમાં આવી ગયો હતો અને જેમ જેમ ઓસી વિજયની નજીક પહોંચી રહ્યું હતું તેમ તેમ તે વધુ તનાવમાં આવી ગયો અને છેલ્લે તે છાતીના દુખાવાની ફરિયાદ બાદ ઢળી પડયો હતો.