રાજકોટ, તા.21
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિયાળાનું આગમન શરુ થઇ ગયું છે અને ગીરનારમાં પરિક્રમા પણ શરુ થઇ રહી છે ત્યારે ફરી એકવાર ગીરનાર પરિક્રમાના રુટ પર વિચરણ કરતાં સિંહ અને સિંહણની જોડી ફરી એકવાર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પરિક્રમાના રુટના ટ્રાફિકના કારણે રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આવી ગયા છે અને આ સિંહ અને સિંહણે ગોંડલ પંથકના દેરડી કુંભાજીથી ધરાળા વચ્ચેના જંગલ વિસ્તારમાં બે રખડતી ગાયોના મારણ કર્યું હોવાનું વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ અંગેની રાજકોટ જિલ્લા વન વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ગઇકાલ રાતથી આ સિંહ અને સિંહણની જોડી ગોંડલ પંથકમાં આવી ચડી છે. ગીરનારના જંગલમાંથી આવેલી આ સાવજની જોડી આજે વહેલી સવારે ગોંડલ પંથકના દેરડી કુંભાજી વિસ્તારમાં ત્રાટકી હતી અને આજરોજ વહેલી સવારના ભાગે દેરડી કુંભાજીથી ધરાળા વચ્ચેના વિસ્તારમાં બે રખડતી ગાયોના મારણ કર્યા હતાં. આ બાબતની જાણકારી વન વિભાગને થતાં તુરંત જ