BSNL ને અંતે 4G-5G સ્પેકટ્રમની મંજૂરી

21 November 2023 05:30 PM
Rajkot
  • BSNL ને અંતે 4G-5G સ્પેકટ્રમની મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા બહાલી અપાતા ગ્રાહકોને નેટમાં હાઇસ્પીડ સહિતની આધુનિક સુવિધાનો લાભ મળશે

રાજકોટ, તા.21
દેશની સૌથી મોટી દૂર સંચાર કંપની બીએસએનએલને અંતે કેન્દ્ર સરકાર દ્વારા 4-જી ફાઇવ-જી સ્પેકટ્રમની મંજૂરી આપી દેવામાં આવી છે. બીએસએનએલને 4-જી-5જી સ્પેકટ્રમની મંજુરી આપવા છેલ્લા પાંચ વર્ષથી બીએસએનએલ યુનિયન અને ગ્રાહકોમાંથી માંગણી ઉઠાવાય રહી હતી. પરંતુ કોઇ કારણોસર આ માંગણી સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હતી.

જ્યારે ખાનગી ટેલીકોમ કંપનીઓને આ 4-જી, 5-જી સેવાની લ્હાણી કરી દેવામાં આવી હતી. જેના પગલે ટેલીકોમ યુનિયનો અને ગ્રાહકોમાં કચવાટ જાગેલ હતો. દેશમાં માત્ર ત્રણ રાજ્યમાં જ પાન-ઇન્ડિયા અંતર્ગત 4-જી શરુ હતી.

જ્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા અંતે બીએસએનએલને 4-જી, 5-જી સ્પેકટ્રમ શરુ કરવાની મંજુરી અપાતા ગ્રાહકોની સુવિધામાં વધતી ફોર-જી સેવામાં 100 એમબીપીએસથી શરુ થતી હોય ગ્રાહકોને નેટમાં હાઇસ્પીડ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ગ્રાહકોને આધુનિક સુવિધાનો લાભ મળતો થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement