નવા થોરાળામાં આર્થિક ભીંસથી કંટાળી મનસુખ લાંગડીયાનો ફાંસો ખાઇ આપઘાત

21 November 2023 05:32 PM
Rajkot Crime
  • નવા થોરાળામાં આર્થિક ભીંસથી કંટાળી મનસુખ લાંગડીયાનો ફાંસો ખાઇ આપઘાત

વ્હેલી સવારે પરિવારે રૂમ ખોલી જોયું તો પુત્ર લટકતો હતો : પોલીસ દોડી ગઇ : પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા. 21
નવા થોરાળા-9 પાછળ આરાધના સોસાયટી શેરી નં.9માં રહેતા મનસુખ કાનાભાઇ લાંગડીયા (ઉ.વ.ર7) ગત રાત્રે પોતાના રૂમમાં સુવા માટે ગયેલ બાદ આશરે મોડી રાત્રે છતના હુકમાં વાયર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

વહેલી સવારે પુત્ર રૂમ બહાર ન નીકળતા તપાસ કરવા ગયેલ પરિવારે રૂમનો દરવાજો ખોલતા જ પુત્ર લટકતી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. પરિવારે તાત્કાલીક 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે યુવાનને તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ રાઠવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં મળેલ વિગતમાં યુવાન બે ભાઇ, એક બહેનમાં સૌથી મોટો હતો અને છેલ્લા થોડા સમયથી તે આર્થિક ભીંસથી પીડિત હોય જેથી કંટાળી અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement