સિવિલમાં ચાલુ માસે ડેન્ગ્યુના 48 કેસ

21 November 2023 05:34 PM
Rajkot
  • સિવિલમાં ચાલુ માસે ડેન્ગ્યુના 48 કેસ

આજે તાવ-ઝાડા ઉલ્ટીથી 2 મોત નોંધાયા, ગઈકાલે એક યુવાને દમ તોડયો હતો

► ઝાડા-ઉલ્ટી પેટ સંબંધિત 24 કેસ, મેલેરીયાના 3 દર્દી દાખલ થયેલા

રાજકોટ,તા.21
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 48 કેસ નોંધાયા છે.રોગચાળો વધતો જઈ રહ્યો છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં આજે ઝાડા-ઉલ્ટી તાવના બે દર્દીના મોત નોંધાયા હતા.જયારે ગઈકાલે 1 દર્દીનું મોત થયું હતું.શહેરમાં રોગચાળો વધતો જણાતા કોર્પોરેશન દ્વારા ઠેક-ઠેકાણે ફોગીંગ કરવામાં આવી રહ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવાળીના તહેવાર બાદ દર્દીથી ઉભરાઈ રહી છે. ગંભીર કહી શકાય તેવા રોગના 138 કેસ નોંધાયા છે.

જેમાં વાઈરલ હીપેટાઈટીસના 13, ઝાડા-ઉલ્ટી પેટ સંબંધિત 24 દર્દી, મેલેરીયાના 3 દર્દી નોંધાયા હતાં.રાજકોટની સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ રોગચાળાના અનેક દર્દી નોંધાયા છે. ખાસ કરીને વાતાવરણમાં બદલાવ આવતા વાઈરલ ફીવરના કેસો જોવા મળી રહ્યા છે. જેની તુરંત સારવાર કરવી પણ જરૂરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement