મવડી, વાવડી, નાનામવામાં વિજ દરોડા:અનેક સ્થળોએથી લોડ વધારો-લંગરીયા પકડાયા

21 November 2023 05:35 PM
Rajkot
  • મવડી, વાવડી, નાનામવામાં વિજ દરોડા:અનેક સ્થળોએથી લોડ વધારો-લંગરીયા પકડાયા

આવાસ યોજનાઓ પણ નિશાન: લાખોની વિજ ચોરી પકડાઇ

રાજકોટ, તા.21
રાજકોટમાં વીજચોરી સામે આજે સતત બીજા દિવસે દરોડા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મવડી, વાવડી, નાનામવા તથા ખોખડદડમાં 28 ટીમો ત્રાટકી હતી.વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે નવભારત સોસાયટી, ઉદ્યોગનગર, શિવપાર્ક, ભરડીયાવાળા વિસ્તારો, વૃંદાવન સોસાયટી, કર્મચારી સોસાયટી, ગુજરાત હાઉસીંગ, તિરૂપતિ પાર્ક, અંકુરનગર મેઇન રોડ, દ્વારકાધીશ સોસાયટી, કિશન પાર્ક, ગોવિંદનગર આવાસ, અર્જાુન આવાસ, સાગર ચોક આવાસ સહિતના વિસ્તારોમાં સવારથી ધોંસ હેઠળના વિસ્તારોમાં વિજ ચેકીંગ ટીમો ઉતરી પડતા વિજ ચોરોમાં ફફળાટ સર્જાયો હતો. કેટલાંક સ્થળોએથી વધારાના લોડ, ડાયરેકટ જોડાણ સહિતની ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી અને લાખોના વિજબીલ ફટકારાયા હતાં. રાજકોટમાં ગઇકાલે ચેકીંગ ડ્રાઇવમાં 18 લાખથી વધુના વિજબીલ ફટકારાયા હતાં.


Related News

Advertisement
Advertisement
Advertisement