જનાના વિભાગમાં અસ્થિર માતા 23 દિવસના નવજાતને મારવા લાગી : શી ટીમ દોડી ગઇ

21 November 2023 05:38 PM
Rajkot
  • જનાના વિભાગમાં અસ્થિર માતા 23 દિવસના નવજાતને મારવા લાગી : શી ટીમ દોડી ગઇ

માનસિક અસ્વસ્થ પૂજાબેન રાઠોડે રાડારાડી, ધમપછાડા કરી સમગ્ર વિભાગ માથે લીધો, સ્ટાફ સાથે ઝપાઝપી કરી, પોલીસના શાંત કરવા પ્રયત્ન

રાજકોટ, તા. 21
રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં દાખલ એક મહિલા પોતાના જ ર3 દિવસના નવજાત બાળકને મારવા લાગતા તબીબી સ્ટાફે અટકાવતા તેની સાથે પણ ઝપાઝપી કરતા શી ટીમ દોડી ગઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પૂજાબેન વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.40, રહે. દરેડ ગામ, જુનાગઢ)એ જુનાગઢ ખાતે ર3 દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જાબેનની તબીયત ઠીક ન હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં દાખલ કરેલ જયાં આજે બપોરે અચાનક તેણી પોતાના જ 23 દિવસના બાળકને મારવા લાગતા નર્સિંગ સ્ટાફે અટકાવતા તેની સાથે ઝપાઝપી કરી હતી.

તબીબી સ્ટાફે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકમાં જાણ કરતા હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ મારૂ દોડી ગયા હતા. તેઓએ કંટ્રોલમાં જાણ કરી પીસીઆર વાન બોલાવી હતી સાથે શી ટીમ પણ દોડી આવી હતી. પૂજાબેને જનાના વિભાગમાં ભારે ધમપછાડા મચાવ્યા હતા. શી ટીમે તેને શાંત કરવા પ્રયત્ન કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement