www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘ભક્ષક’: ચકચારી મુઝફફરપુર શેલ્ટર હોમકાંડ પ્રેરિત ફિલ્મમાં ભૂમિ પેડનેકર છવાઈ ગઈ


સાંજ સમાચાર

મુંબઈ: દેશમાં ચકચાર જગાવનાર મુઝફફરપુર શેલ્ટર હોમ કાંડની ઘટનાથી પ્રેરિત ફિલ્મ ‘ભક્ષક’ નેટ ફિલકસ પર ગઈકાલે પ્રસારિત થઈ હતી. આ ફિલ્મમાં વૈશાલીસિંહનો લીડ રોલ ભૂમિ પેડનેકરે ભજવ્યો છે. નારી સશક્તિકરણનું વૈશાલી એવું સશક્ત ઉદાહરણ છે કે આ ફિલ્મ બનાવવા ખુદ શાહરુખખાને રસ લીધો હતો. શાહરુખની કંપની રેડ ચિલીઝે ‘જવાન’ અને ‘ડંકી’ બનાવી હતી જે નોટ છાપનાર સાબીત થઈ હતી પણ ‘ભક્ષક’ શાહરુખખાન માટે વોટ કમાનારી ફિલ્મ સાબીત થઈ છે. જયારે શાહરુખે આ ફિલ્મની વાર્તા સાંભળી તો તે ચોંકી ઉઠયો હતો.

‘ભક્ષક’ને દર્શકો સામે આવવામાં ઘણું મોડું થયું છે. ‘ભક્ષક’ની વાર્તાનું સ્થળ મુનવ્વરપર છે. નાની યુ ટયુબ ચેનલની એક મહિલા પત્રકાર વૈશાલીસિંહ (ભૂમિ પેડનેકર)ને એક રાત્રે એક શખ્સ તે ઓડીટ રિપોર્ટ પકડાવી જાય છે, જેના પર રાજય સરકાર ગત ત્રણ મહિનાથી કોઈ કાર્યવાહી નથી કરી શકી. રિપોર્ટ એ વાતનો છે કે મુનવ્વરપુર શેલ્ટર હોમમાં રહેતી બાળકીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવે છે.

એ વાત પણ બહાર આવે છે કે જે બાળકી બળાત્કારનો વિરોધ કરે તો તેનું નામોનિશાન મિટાવી દેવામાં આવે છે. વૈશાલી આ ધર્મયુદ્ધમાં ઉતરે છે, આધેડ ઉંમરનો કેમેરામેન એકમાત્ર તેનો સારથી છે, પતિને આ પસંદ નથી. ધમકી મળ્યા બાદ તે વધુ ભડકે છે. દીદી-જીજાજી પણ સાથ નથી આપતા. પણ તે શેલ્ટર હોમમાં પહોંચી જાય છે. પ્રારંભીક સુસ્તી બાદ ફિલ્મ જયારે ગતિ પકહે છે પછી જકડી રાખે છે.

નિર્દેશક પુલકિતે જયોત્સનાની સાથે મળીને ચુસ્ત પટકથા લખી છે. નાના નાના પાત્રો પણ પોતાની છાપ છોડી જાય છે. સંજય મિશ્રા ચેનલના કેમેરામેન તરીકે જામી જાય છે. સોનુના પાત્રમાં સત્ય કામ આનંદ આ કથાનો મોટો વઘાર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી જોરદાર છે. જો કે એડીટીંગ નબળું છે. બેક ગ્રાઉન્ડ મ્યુઝીક અને ગીત-સંગીત બહેતર બની શકયું હોત જો બિહારના લોકવાદ્યોનો ઉપયોગ થયો હોત.

 

Print