www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’: મનોરંજન કરે છે પણ લોજીકની કમી ખટકે છે


સાંજ સમાચાર

મુંબઈ: માણસની દુનિયામાં રોબોટની ઉપયોગીતા પર વર્ષોથી પ્રયોગ ચાલી રહ્યા છે. આજકાલ એઆઈ કૃત્રિમ બુદ્ધિનો મુદો પણ ગરમાયો છે ત્યારે અમિત જોષી અને આરાધના શાહ એક ફિમેલ રોબોટ અને માણસના પ્રેમની અનોખી કથા લઈને આવ્યા છે. ફિલ્મ ‘તેરા બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ માં સવાલો ઉઠાવાયા છે કે દરેક રીતે પરફેકટ હોવા છતાં પણ શું રોબોટ સામાન્ય જિંદગીમાં માણસની જગ્યા લઈ શકે છે? આ મુદે અગાઉ બોલીવુડમાં અને હોલીવુડમાં રજનીકાંતની ‘રોબોટ’, ઉપરાંત ‘એડમીશન’, ‘લવસ્ટોરી 2050’ જેવી ફિલ્મો બની ચૂકી છે.

ફિલ્મ ‘તેરી બાતોં મે ઐસા ઉલઝા જિયા’માં લવ રોમાન્સ, ડ્રામા, નાચગાન બધુ છે. બસ લોજીકની કામ છે. રોબોટિકસ એન્જીનીયર આર્યન (શાહીદકપુર) એક હર્યાભર્યા પરિવારનો યુવક છે. ઘરના લોકો ઈચ્છે છે કે તે લગ્ન કરી લે પણ તેને કોઈ છોકરી પસંદ નથી આવતી. દરમિયાન તેની માસી ઉર્મિલા (ડિમ્પલ કાપડીયા) અમેરિકામાં એક પ્રોજેકટના મામલે તેને બોલાવે છે.

રોબોટિકસ કંપનીની મલિક ઉર્મિલા ખુદ પણ વર્ષોથી રોબોટસ પર પ્રયોગ કરી રહી છે અને તેની કોશિશ છે કે તે માણસની દુનિયાને પરફેકટ રોબોટ આપે. તે આર્યરની સંભાળ માટે સિફ્રા (કૃતિ સેનન)ને નિયુક્ત કરે છે, જે ખરેખર એક રોબોટ છે. સિફ્રાની તમામ ખુબીઓથી પ્રભાવિત થઈને આર્યન તેના પ્રેમમાં પડી જાય છે. તે પછી ફિલ્મની વાર્તામાં અનેક વળાંક આવે છે જે જાણવા માટે આ ફિલ્મ થિયેટરમાં જોવી પડે.

નિર્દેશકની જોડીએ ફેમિલી એન્ટરટેઈનમેન્ટની સાથે રોમ-કોમ બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં અનેક મનોરંજક સિકવન્સ છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે થોડો કસાયેલો હોત તો સારું હોત. કલાઈમેકસ જરા ઉતાવળમાં પુરો કરાયો છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ સહિતના ગીતો હિટ છે. રોમેન્ટીક ભૂમિકામાં શાહીદ ફેન્સને ગમશે. કૃતિએ રોબોટનું પણ સુંદરતાથી ભજવ્યું છે. ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડીયાએ પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે.

Print