www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 1.59 લાખની ચોરી: કોંગ્રેસની રજૂઆત બાદ ગુનો નોંધાયો


તા.5 ના રોજ બનાવ બન્યો હતો: ગૃહમંત્રીનું ધ્યાન દોરાયા બાદ ફરિયાદ લેવાઇ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.10
 

મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા 1.59 લાખની ચોરી કરવામાં આવી હતી જેથી વેપારીની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-1 માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી સિંધી (70) એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે .

જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.5/4 ના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે 36 કયું 5022 પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા 1.59 લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી વેપારી દ્વારા એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા એ રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, છેલ્લા દિવસોમાં મોરબી શહેરી વિસ્તારમાં જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય છે જેમાં મોરબીના નવા ડેલા રોડે બે મિનિટમાં એકટીવાની ડેકીમાંથી રોકડા 1.59 લાખની ધોળા દિવસે ચોરીની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ.

Print