www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કુવાડવામાં કૈલાસ પાર્કમાંથી વિદેશી દારૂની 132 બોટલ ઝડપાઇ


મનસુખ કોળીએ પોતાના મકાનમાં દારૂ છુપાવ્યો’તો : આરોપીની શોધખોળ : કુવાડવા રોડ પોલીસે રૂ. 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23

કુવાડવામાં આવેલ કૈલાસ પાર્કના રહેણાંક મકાનમાંથી દારૂની 13ર બોટલ પોલીસે પકડી રૂ. 66 હજારનો  મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે મકાન માલીક નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.  દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમ ગરચર, કોન્સ્ટેબલ સંજય મિયાત્રા અને મુકેશ સબાડને મળેલ ચોકકસ બાતમીના આધારે કુવાડવા ગામમાં અવેલ કૈલાસ પાર્ક-2 સંપૂર્ણાનંદ આશ્રમવાળી શેરીમાં રહેતા મનસુખ પુંજા પરાલીયાના મકાનમાં દરોડો પાડી દારૂની 13ર બોટલ રૂા. 66 હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જયારે દરોડા દરમિયાન મકાન માલીક મનસુખ કોળી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.

♦ બેડીપરામાંથી દારૂની ર4 બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ગોકુલનગર મેઇન રોડ પરથી મયુરગીરી શરાબની 1ર બોટલ સાથે ઝબ્બે 

રાજકોટ, તા. 23

બી ડીવીઝન પોલીસની ટીમે ભાવનગર રોડ પર બેડીપરામાંથી મયુર રમેશ ધામેલીયા (રહે. શ્રીપાર્ક સોસાયટી),  રવિ ચંદુ બાબરીયા (રહે. બેડીપરા), અને સતીષ નામના શખ્સને અટકાવી તેની પાસેથી દારૂની ર4 બોટલ જપ્ત કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી દારૂ અને બાઇક મળી રૂા. 4ર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ગોકુલનગર મેઇન રોડ પર હનુમાનજીના મંદિર પાસેથી માલવીયાનગર પોલીસે મયુરગીરી દિનેશગીરી ગોસાઇને દારૂની 1ર બોટલ રૂા. 6 હજારના મુદામાલ સાથે પકડી પાડયો હતો. 

 

 


 

 

Print