www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવકનું મોત


વિદેશમાં સારી નોકરી આપવાની લાલચ આપી એજન્ટ મોસ્કો દ્વારા લઈ જવાતા બાદ આર્મીમાં સહાયક તરીકે ભરતી કરી દીધી : રશિયન ભાષામાં કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો

સાંજ સમાચાર

સુરત :

સુરતના 23 વર્ષીય યુવાન
હેમલ માંગુકિયા રશિયન આર્મીમાં સહાયક તરીકે ડિસેમ્બર 2023માં જોડાયો હતો. પેહલા તેને મુંબઈ અને બાદમાં ચેન્નઈ અને ત્યાંથી રશિયાના મોસ્કો પહોંચ્યો હતો. મોસ્કો પહોંચતા સાથે જ રશિયન ભાષામાં કોન્ટેક્ટ સાઈન કરાવ્યો અને ત્યારબાદ કોઈ નોકરી નહિ પણ સીધા જ આર્મીમાં હેલપર તરીકે ભરતી કરી દીધી. આ રીતે હજુ પણ 11 ભારતીયો રશિયામાં ફસાયા હોવાનો દાવો કરાયો છે. રશિયા બોર્ડર પાસે યુક્રેન દ્વારા થયેલ ડ્રોન હુમલામાં હેમલનું મૃત્યુ થયું. રશિયામાં નોકરી અપાવવાનું કહી બાબા વ્લોગ નામના એજન્ટ દ્વારા લઈ જવાતા ભારતીય યુવાનોને રશિયન આર્મીમાં હેલ્પર તરીકે ભરતી કરાઈ છે. 

બે વર્ષથી વધુ સમયથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ભયાનક યુદ્ધના કારણે બન્ને દેશો વચ્ચે સેનાઓ આમને સામને હથિયારોથી લડી રહી છે. આ યુદ્ધમાં યૂક્રેનને મોટુ નુકસાન પહોંચ્યુ છે, તો વળી રશિયાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરાશા મળી રહી છે. પરંતુ હવે ભારત પણ આ યુદ્ધના કારણે અસરગ્રસ્ત થઇ રહ્યું છે. હાલમાં જ માહિતી મળી છે કે, રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવાનનુ મોત નીપજ્યુ છે. એજન્ટ મારફતે કામ અને ધંધાર્થે રશિયા ગયેલા સુરતના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો કામ માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ માંગુકિયા પણ સામેલ હતો. જોકે, આ યુદ્ધની સ્થિતિમાં તેનું મોત થયુ છે.

Print